સુરતનાં પલસાણા તાલુકાનાં કારેલી ગામે રહેતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા એકાએક ગુમ થઈ જતા પરિવારે શોધખોળ કરી હતી. તે દરમિયાન પરિવારનાં બાજુનાં મકાનમાં જ એક મહિના અગાઉ રહેવા આવેલો યુવાન દીકરીને ભગાડી ગયો હોવાના શંકાના આધારે દીકરીનાં પિતાએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં કારેલી ગામ ખાતેની સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની 15 વર્ષીય દીકરી એકાએક ગુમ થઈ જતા પરિવારનાં સભ્યોએ શોધખોળ કરી હતી તે દરમિયાન તેઓને પરિવારમાં પુત્રના મોબાઈલ પરથી ગુમ દીકરીએ બાજુમાં એક મહિના પહેલા રહેવા આવેલા યુવાન સાથે છેલ્લી વાર વાત કરી હતી.
જેથી દીકરીનાં પિતાએ બાજુમાં રહેતા મૂળ હરિયાણાનાં અને સનીર સત્યવાન અને તેની સાથે રહેતી મોનું નામની મહિલાએ લગ્નની લાલચે 15 વર્ષીય સગીરાને સાથે ભગાડી ગયાની શંકા રાખી દીકરીનાં પિતાએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટના અંગે બારડોલી સર્કલ ઓફિસરે ગુનાની તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500