પલસાણાનાં જોળવા ખાતેની એક સોસાયટીમાં રહેતા બે પડોશી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બાબતે ઝઘડો ચાલતો હતો જે ઉગ્રસ્વરૂપ ધારણ કરતા એક મહિલાએ બીજી મહિલા અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા બીજી મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. મળતી માહિતી અનુસાર ગત સોમવારનાં રોજ મોડી રાતે 9 વાગ્યાનાં અરસામાં પલસાણા તાલુકાના જોળવા ગામે આરાધના લેકટાઉન સોસાયટીના વિભાગ-4ના મકાન નંબર 656માં રહેતા જીતેન્દ્રકુમાર શર્માની પત્ની મમતાબેન અને મકાન નંબર 655માં રહેતા વિનોદ સોનીની સગી બહેન રેનું સોની વચ્ચે ઓટલા પર પાણી ઢોળાવવા માટે ઝઘડો થયો હતો.
જોકે અગાઉ પણ આ બંને પાડોશીઓ વચ્ચે અવારનવાર થયેલા ઝઘડાની અદાવત રાખી બંનને મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી. જેમાં રેનું સોનીએ મમતા શર્માને જમણા હાથના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા મમતા શર્માને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ મમતા શર્માને ચલથાણ ખાતેની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા મમતા શર્માને ટાંકા લેવા પડ્યા હતા. બનાવ અંગે મમતા શર્માએ પડોશી રેનુ સોની વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application