સુરતનાં બારડોલીમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 14 વર્ષીય દીકરીને સોસાયટીમાં રહેતો યુવક લગ્નની લાલચે પોતાના વતન લઈ ગયો હતો વતન ગયા બાદ રૂપિયા પતી જવાથી તેમજ સગીરાને ત્યાં નહિ ફાવતું હોવાથી બંને ફરી બારડોલી આવ્યા હતા જયારે સગીરાએ પિતાનો સંપર્ક કરી પિતા પાસે જતી રહી અને પિતાએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી નગરને અડીને આવેલ એક સોસાયટીમાં શ્રમજીવી પરિવાર રહેતો હતો પરિવાર છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
જોકે ગત તા.20 ઓગસ્ટના રોજ પરિવારના સભ્યો બહાર હતા તે સમયે ધોરણ-10ની વિદ્યાર્થી અને 14 વર્ષીય સગીરાને સોસાયટીમાં રહેતા સાહિલ જગપત કુશવાહા પોતાના વતન ઉત્તરપ્રદેશમાં લગ્નનાં ઇરાદે ભગાડી ગયો હતો બે દિવસ અગાઉ સગીરા અને યુવક ફરી બારડોલીમાં આવતા પિતાનો સંપર્ક કરી પોતાને સાહિલનાં ગામ નહિ ફાવતુ હોવાથી તેમજ પૈસા પતી જવાના કારણે તેઓ પાછા આવી ગયાનું જણાવ્યું હતુ. ત્યારબાદ પિતાએ સગીરનો કબ્જો મેળવી સાહિલ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application