વ્યારા ખાતે કણજા ગામે ગોવાલ દેવ ફળિયામાં રહેતા અલ્પેશભાઈ ચુનીલાલ ચૌધરી નાઓએ આજથી 6 થી 7 મહિના અગાઉ સુરતનાં માંડવી તાલુકાનાં જુનાકાકરાપાર ગામે રહેતી મંદબુધ્ધિની સગીરાને તેમાં ઘરમાં જ મંદબુદ્ધિનનો લાભલઇ અવારનવાર શારીરિક સબંધ બાંધ્યો હતો. જોકે થોડા દિવસ અગાઉ માનસિક રીતે અસ્વસ્થ દીકરીનાં શરીરમાં ફેરફાર થતા દીકરીની માતાએ દીકરીને સ્નેહપૂર્વક પૂછપરછ કરતા દીકરીએ હકીકત જણાવી હતી.
ઘટના અંગે બાળકીની માતાએ માંડવી પોલીસ મથકમાં સમગ્ર હકીકત કહેતા પી.આઈ.એ ગુનાની ગંભીરતા જાણી તત્કાલીક યુવાન વિરુદ્ધ પોસ્કો એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી યુવાનને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application