મૂળ મધ્યપ્રદેશનાં અને હાલ પલસાણાનાં બલેશ્વર વિસ્તારમાં રહેતો શ્રમજીવી પરિવારની પત્ની પલસાણાની એક મિલમાં કામ કરતી હતી જેથી સાથે ભૂષણ ઓમ પ્રકાશ મિશ્રા (રહે.બિલાલનગર બલેશ્વર) નામનો યુવક તેમની સાથે કામ કરતો હતો જોકે આ યુવક સગીરાની બિલ્ડિંગમાં જ રહેતો હતો જેથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. જોકે ગત તા.15 સપ્ટેમ્બરનાં રોજ સગીરાનો પરિવાર સૂતો હતો.
ત્યારે વહેલી સગારે જ ભૂષણ મિશ્રા તેને લગ્નની લાલચે ભગાડી ગયો ગતો સગીરનો પરિવાર ઉઠ્યા બાદ તપાસ કરતા સગીરા મળી નહિ આવતા આસપાસનાં લોકો દ્વારા તેનું ભૂષણ સાથે પ્રેમ પ્રકરણ હોવાની જાણ થઈ હતી જે બાદ સગીરાના પિતા પર અજાણ્યા યુવકનો ફોન આવ્યો અને ભૂસણએ સગીરા પોતાની સાથે હોવાનું જણાવી ફોન કાપી નાખ્યો હતો જેથી સગીરાના પિતાને પલસાણા પોલીસ મથકમાં ભૂષણ વિરુદ્ધ પોતાની દીકરીને લગ્નની લાલચે ભાગડી જવા બદલ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો જેથી પલસાણા પોલીસે આરોપીને પકડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application