Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ત્રણ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાની કોશિષ કરનાર સગીર સામે ગુનો દાખલ

  • November 24, 2022 

બારડોલી તાલુકાનાં એક ગામની સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષીય બાળકીને સામે જ રહેતો સગીર પોતાના ઘરે બદકામ કરવાના ઇરાદે લઈ જઈ દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકીનાં પિતા જોઈ જતાં સગીર વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બારડોલી નગરને અડીને આવેલ એક ગામની સોસાયટીમાં રહેતા એક યુવાનની ત્રણ વર્ષની માસુમ દીકરીને સોસાયટીમાં જ રહેતો એક સગીર પોતાના ઘરમાં લઈ ગયો હતો.




જોકે સગીરના ઘરે કોઈ ન હોય, એકલતાનો લાભ લઈ બાળકીના કપડાં ઉતારી, પોતે પણ નગ્ન હાલતમાં થઈ જઈને દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકી જોરથી રડવા લાગી હતી અને રડવાનો અવાજ સાંભળી પિતા દોડી ગયા હતા અને બારીમાંથી જોતા જ બાળકીનાં પિતાએ બૂમાબૂમ કરી બારી જોર જોરથી ઠોકતા, સગીરે કપડાં પહેરી લીધા હતા અને બાળકીને પણ કપડાં પહેરાવી દીધા હતા. ઘટના અંગે બાળકીના પિતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application