સુરત શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ખેડૂતનાં પુત્રને વિદેશ અભ્યાસ માટે લોન અપાવવાની લાલચ આપી રૂપિયા 6.22 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર ઠગ એજન્ટ વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જહાંગીરપુરા સ્થિત અંજની હાઇટ્સ સામે ગોવર્ધન રો-હાઉસમાં રહેતા ખેડૂત મહેશ મગન પટેલ (ઉ.વ.60, મૂળ રહે.બલકસ,તા.ઓલપાડ,સુરત) નાએ પુત્ર અભિષેકને અભ્યાસ માટે UK જવા તેના મિત્ર રોશન ચૌધરી હસ્તક લોન એજન્ટ નારેન્દ્ર કે.સીંગ (રહે.સુર્યા ફ્લેટ્સ,આનંદ મહલ રોડ,અડાજણ)નો સંર્પક કર્યો હતો.
જોકે નાગેન્દ્રએ LIC ફાઇનાન્સમાં અધિકારીઓ સાથે સારા સંબંધ છે, તમને ઓછા વ્યાજે અને ત્રણ મહિનામાં લોન પાસ કરાવી આપીશ એમ કહી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇ ગયો હતો. ત્યારબાદ મિલકતની વેલ્યુએશન મુજબ 40 લાખની લોન ત્રણ મહિનામાં મંજૂર કરાવવાની અને ઝડપથી પ્રોસેસ થાય તે માટે રૂપિયા આપવા પડશે એમ કહેતા મહેશભાઇએ મિત્ર અને સંબંધીઓ પાસેથી ઉછીના લઇ રૂપિયા 3 લાખ રોકડા અને બાકીનાં ગુગલ પે અને ફોન પે થકી રૂપિયા 3.22 લાખ નાગેન્દ્રએ જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
પરંતુ દસ મહિના થઇ જવા છતા લોન મંજૂર થઇ ન હતી અને ઉડાઉ જવાબ આપવા ઉપરાંત પોલીસ કેસ કરશો તો પૈસા ભુલી જવા પડશે એવી ધમકી આપી હતી. જોકે મહેશે પોલીસમાં અરજી કરતા 31 ઓગસ્ટ સુધીમાં પૈસા આપી દેવાનો કરાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ લોનના નામે પડાવેલી રકમ પરત આપી ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500