Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનાર ઈસમ સામે ગુનો દાખલ

  • September 13, 2022 

સુરતનાં પર્વત પાટીયામાં ચાની દુકાન ચલાવતી મહિલાનાં માનેલા મામાએ મહિલાની પુત્રી સાથે દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું હતું. જોકે મહિલાની ફરીયાદનાં આધારે પુણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, પર્વત પાટીયામાં રહેતા એક મહિલા ચાની દુકાન ચલાવે છે. અગાઉ તેમના પતિ ચાની દુકાન ચલાવતા હતા. જોકે 10 મહિના પહેલા પતિનું બીમારીના કારણે અવસાન થયા બાદ પતિના ભાગીદાર ઉમેશ તલસાણીયા સાથે રહેતા હતા.




જોકે ગત તા.29 ઓગસ્ટે ઉમેશભાઈએ પણ ઝેર પી આપઘાત કરી લીધો હતો. જેથી પતિ સાથે દોઢ વર્ષથી ચાની દુકાન પર કામ કરતા અને સાથે રહેતા માનેલા મામા દિનેશ મસાણી ચાની દુકાન ચલાવવામાં મદદ કરતો હતો. ત્યારબાદ પતિનાં અવસાનના બે માસ બાદ દિનેશ મસાણીએ તેમની 11 વર્ષીય દિકરીની છેડતી કરી હતી. જેની જાણ દિકરીએ માતાને કરતા દિનેશને કાઢી મુક્યો હતો.



ત્યારબાદ ચાની હોટેલ ચલાવવવામાં તકલીફ પડતા  દિનેશને ફરીથી બોલાવ્યો હતો. દરમિયાન દિનેશે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયારે દિનેશ અવારનવાર હોટેલ પરથી બહાનું કરી ઘરે જઈ બાળકી સાથે દુષ્કર્મ આચરતો હોવાથી આસપડોશમાં રહેતા યુવકોને જાણ થતા તેમણે તેને પકડી પાડ્યો હતો અને મહિલાને જાણ કરી હતી. ત્યારબાદ દિકરીની પુછપરછ કરતા દિનેશ અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનું પુત્રીએ જણાવતા આખરે માતાએ ફરીયાદ નોંધાવી હતી. જેથી માતાની ફરીયાદનાં આધારે પુણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application