સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે રહેતા ઝૂંપડ પટ્ટીમાં રહેતા એક શ્રમ જીવી પરિવારની 16 વર્ષીય સગીરાને રાજકોટ ખાતે અજિડેમની પાછળ આવેલ રામદેવ મંદિર નજીક રૂમમાં રહેતા નિતેશભાઈ બટુકભાઈ સામડિયા નાએ ગત જાન્યુઆરી માસમાં સગીરા પોતાના ઘરે ઝુંપડીમાં એકલી હતી.
તે સમયે એકલતાનો લાભ લઇ અવાર-નવાર શારીરિક સબંધ બાંધ્યો હતો અને આ વાત જો કોઈને કહેશે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ જયારે સગીરા ગર્ભવતી બનતા સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. ઘટના અંગે બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી યુવકને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application