સુરતનાં પલસાણા ગામે રહેતા ચંદન છોટેલાલ પંડિત નાઓ બુધવારે બપોરનાં સમયે ઇટાળવા ગામે ભારત પેટ્રોલિયમની સામેથી પલસાણા સચિન હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પલસાણા તરફથી સચિન તરફ જતી આઈ-10 કાર નંબર GJ/21/BC/6432નાં ચાલકે એકાએક અડફેટે લેતા ચંદન પંડિત રોડ પર ફંગોડાયો હતો.
જોકે ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે ચંદનને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મૃતકનાં બનેવી પ્રદીપકુમાર તિવારીએ પલસાણા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application