સુરતનાં ઉમરપાડા તાલુકાનાં ઉચવાણ ગામે રેલવે સ્ટેશન ફળિયામાં રહેતા વિપુલભાઇ છાનાભાઈ ભરવાડ નાઓ ગત શનિવારના રોજ સવારનાં 8 વાગ્યાનાં અરસામાં પોતાની ભેંસો લઈ ચરાવવા માટે ઉચવાણ ગામેથી કબ્રસ્તાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થતા જીવંત વિજવાયર એકાએક તૂટી નીચે જતી તેમની ભેંસ પર પડતા ભેંસ ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. બનાવ અંગે વિપુલભાઈ ભરવાડે ઉમરપાડા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application