ઓલપાડ ખાતે રાત્રી સમયે બ્રેક ડાઉન થયેલી ટ્રકની પાછળ બાઈક ચાલક ઘુસી જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં ઓલપાડ ખાતે રહેતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ પટેલ ગત તા.31 ઓક્ટોબરના રોજ મોડી રાતે 10 વાગ્યાના અરસામાં પોતાની બાઈક નંબર GJ/05/BC/5307 લઈ કુંભારી ગામથી ઓલપાડ ખાતે આવી રહ્યા હતા.
તે દરમિયાન કુંભારી ગામની સીમમાં શિવકૃપા પેટ્રોલપંપની આગળ રસ્તા વચ્ચે ભયજનક સ્થિતિમાં ઉભેલી મીઠા ભરેલી ટ્રક નંબર GJ/01/CT/5307નાં પાછળ ધડાકાભેર અથડાઇ જતા અરવિંદભાઈને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મૃતકના ભત્રીજા વિશાલ પટેલે ઓલપાડ પોલીસ મથકના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application