માંડવીનાં ખલનાં ફળિયામાં વરસાદનાં પાણીમાં રમવા ગયેલો 3 વર્ષીય બાળક પોતાનાં ઘરની પાછળનાં ભાગે વરસાદના પાણી ભરેલા બાંધકામનાં ખાડામાં પડી જતા ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં ખલનાં ફળિયામાં રહેતા દિલીપભાઈ ધર્મસિંગભાઈ વસાવાનો 3 વર્ષીય પુત્ર આકાંશ મોડી સાંજે 4 વાગ્યાનાં અરસામાં વરસાદનાં પાણીમાં રમી રહ્યો હતો.
તે દરમિયાન ઘરના પાછળનાં ભાગે નવા મકાનનાં બાંધકામ માટે ખોડેલો ખાડામાં અકસ્માતે પડી જતા વરસાદના પાણીમાં ડૂબી જવાથી બાળકનું મોત નોપજ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application