સુરતનાં પલસાણા ખાતે આવેલ શુકન સોસાયટીમાં રહેતા દિપકસિંગ નટવરસિંગ રાજપૂત (ઉ.વ.29)નાઓ પલસાણા ખાતેના બલેશ્વર ગામની સીમમાં આવેલ ખાટું શ્યામ મિલમાં મેન્ટેન્સ વિભાગમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ગત સોમવારે બપોરનાં 3 વાગ્યાના સમયે મિલમાં હાજર હતા.
ત્યારે મિલમાં ઇલેક્ટ્રિક પેનલમાં વાયરિંગનું કામ કરતી વખતે એકાએક તેઓને કરંટજ લાગતા યુવક મશીનના પ્લેટફોમ પર ઢળી પડ્યો હતો મિલ દ્વારા કામદારને સારવાર અર્થે ઓમ શિવમ હોસ્પિટલમાં બાદ તત્કાલિક પલસાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવાતા ફરજ પરના તબીબે યુવકને મૃત ઘોષિત કર્યો હતો. ઘટના અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application