બારડોલીની શિવ શક્તિ સોસાયટીમાં રહેતો જેનીશભાઇ નટવરભાઈ રાઠોડ (ઉ.વ.24) એક ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાની માતા અને દાદી સાથે રહી જીવન ગુજરાન ચલાવતો હતો. જોકે ગુરુવારે સવારે જેનીશ તેના ઘરમાં જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે ઘરમાં છતના હૂક સાથે ઓઢણી બાંધી ફાંસી લગાવી દીધી હતી. પરિવારજનોએ તેણે નીચે ઉતારી ચેક કરતાં જેનીશ મૃત્યુ પામ્યો હતો. બનાવ અંગે બારડોલી ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે કયા કારણોથી આત્મહત્યા કરી તે જાણી શકાયુ નથી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application