સુરત ઓલપાડ તાલુકાનાં કીમ ગામે મોબાઈલમાં જોતા જોતા ચોથા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, ઓલપાડ તાલુકાનાં કીમ ગામે મેઈન બજાર વિસ્તારમાં આર.કે પાર્ક એપાર્ટમેન્ટ આવેલ છે. જ્યાં રહેતા વિજયભાઈ પંચાલ અને પરિવાર ગત રાત્રીના ઘરમાં હતો. ત્યારે રાત્રીના 10:30 વાગ્યાના સમયગાળામાં તેમનો દીકરો જય વિજયભાઈ પંચાલ (ઉ.વ.22) રસોડાની ગેલેરીમાં લોખંડની ગ્રીલ ઉપર બેઠો બેઠો મોબાઈલ જોઈ રહ્યો હતો.
તે સમયે ગ્રીલની જારી વાળી બારી ખુલ્લી હોઈ જે અકસ્માતે ફ્લેટના ચોથા માળેથી નવકાર ગલીના સીસી રોડ પર નીચે પટકાયો હતો અને નીચે પટકાતા જય પંચાલને માથા અને શરીરનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિવાર સાથે તેઓ જય ને કીમની સાધના હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાથી પરિવાર અને મિત્રોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના અંગે કીમ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ મૃતકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application