બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી એક યુવતી ગુમ થતાં બારડોલી ટાઉન પોલીસમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં બાબેન ગામે સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં રહેતા નારણભાઈ જેસિંગભાઈ રાજપુરોહીતની પુત્રી મનીષાબેન (ઉ.વ. 21) ગત તા.14મી જુલાઈ નારોજ સવારે 10 વાગ્યાની આસપાસ ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી.
જોકે યુવતી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી સોમવારનાં રોજ પરિવારજનોએ બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. પોલીસે જણાવ્યુ હતું કે, ગુમ થનારની ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ, રંગે ઘઉં વર્ણની, શરીરે મધ્યમ બાંધાની છે. તેમજ કાળા રંગની ટીશર્ટ અને બ્લૂ કલરનો જીન્સ પહેરેલ છે. તે ગુજરાતી, હિન્દી અને રાજસ્થાની ભાષા જાણે છે. પોલીસે યુવતીને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500