સુરતનાં બારડોલી તાલુકાનાં વધાવા ગામે ટેકરી ફળિયામાં રહેતા પરિવારની કૌટુંબિક જમીનનાં ભાગની વહેંચણી બાબતે પિતરાઈ કુટુંબીઓ વચ્ચે ધીંગાણું મચતાં આશરે 30થી 40 વ્યક્તિઓનાં ટોળાએ બચુભાઈ સોમાભાઇ ચૌધરી તથા કુટુંબીજનો ઉપર હુમલો કરતા મચેલા ધીંગાણામાં ત્રણ પુરૂષો અને ચાર મહિલા મળી કુલ સાત જણાને ઇજા પહોંચતા તમામને બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં વધાવા ગામે આવેલી બ્લોક નંબર 53 અને 62 વાળી 8:30 વીઘા કૌટુંબિક જમીન હાલમાં બચુભાઈ સોમાભાઇ ચૌધરીના નામે ચાલતી આવી છે. થોડા વર્ષો પહેલા ભાઞિયા જમીન બાબતે પિતરાઈ કુટુંબી ભત્રીજાઓને રૂપિયા 18 લાખ ચૂકવી દેવાયા હતા. આમછતાં જમીન બાબતની તકરાર યથાવત રહેતા ભત્રીજાઓ દ્વારા વધુ રકમની માંગણી કરતી હતી.
આ બાબતે કોર્ટમાં કેસ કરતા કોર્ટ દ્વારા બચુભાઈ સોમાભાઇ ચૌધરીની તરફેણમાં મનાઈ હુકમ જારી કરાયો હતો. આમછતાં અવાર-નવાર જમીન બાબતે બોલાચાલી થતી આવી હતી. જોકે બચુભાઈ ચૌધરીનાં ભત્રીજાઓનાં કુટુંબીઓ અને મળતિયાઓ મળી આશરે 30થી 40 જણા ટોળાએ બચુભાઈ સોમાભાઇ ચૌધરીનાં ઘરે જઈ બોલાચાલી કરી માર જુડ સાથે ધિંગાણું મચાવતા બચુભાઈ સોમાભાઇ ચૌધરી, કીર્તિબેન ચૌધરી, મીરાબેન, સુરેશભાઈ મોહનભાઈ પટેલ, ધર્મેશ જયંતીભાઈ ચૌધરી, રાધાબેન પલ્કેશભાઈ ચૌધરી, વીણાબેન પલ્કેશભાઇ ચૌધરી મળી ઘરમાં હાજર ઉપરોક્ત તમામને મારમારી ઇજાઓ પહોચાડી હતી.
જોકે બચુભાઈનાં ઘરમાંથી રૂપિયા 1 લાખ રોકડા, સોનાની ચેન બે નંગ મંગળસૂત્ર લઈ લેતા બંને કુટુંબો વચ્ચે મચેલા ધીંગાણામાં ઇજાગ્રસ્તોને 108ની મદદથી સેવા દ્વારા બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયારે બચુભાઈ ચૌધરીને વધુ માર મરાયો હોવાથી સુરેશભાઈ મોહનભાઈ પટેલે સામાં પક્ષના 22 વ્યક્તિ વિરુદ્ધ નામસહ તેમજ સામા પક્ષે નિશાબેન મેહુલભાઈ ચૌધરીએ 8 વ્યક્તિ વિરુદ્ધ સમગ્ર ઘટના બાબતે બારડોલી રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા સમગ્ર ગુનાની તપાસ બારડોલી રૂરલ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સુરેશભાઈ પટેલે કરેલ 22 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
1.પિન્ટુભાઈ મુકેશભાઈ ચૌધરી, 2.હિતેશભાઈ બાબુભાઈ ચૌધરી, 3.મેહુલ અરવિંદ ચૌધરી, 4.શીવાંગ હીતેશ ચૌધરી, 5.રાહુલ અરવિંદભાઈ ચૌધરી, 6.પ્રવિણ કાળીદાસ ચૌધરી, 7.ગીતાબેન અરવિંદ, 8.સુમનબેન પ્રવિણભાઈ ચૌધરી, 9.વિનોદ કાળીદાસ, 10.વિનોદ કાળીદાસ ચૌધરીની પત્નિ, 11.અજીત ભાણા ચૌધરી, 12.રાજુ ગુરજી ચૌધરી, 13.નાનુ ગુરજી ચૌધરી, 14.મુકતાબેન રાજુભાઈ ચૌધરી, 15.ઉર્મીલા મુકેશભાઈ ચૌધરી, 16.પિન્ટુભાઈ મુકેશભાઈ ચૌધરીની પત્નિ, 17.હિતેશભાઈ બાબુભાઈ ચૌધરીની પત્નિ, 18.નાનુભાઈ ગુરજીભાઈ ચૌધરીની પત્નિ, 19.હેમાબેન અજીતભાઈ ચૌધરી, 20.રાજુ ગુરજી ચૌધરીનો છોકરો, 21.નાનુ ગુરજી ચૌધરીનો છોકરો, 22.અરવિંદભાઇ ગજીયાભાઇ ચૌધર (તમામ રહે.વધાવા ગામ, ખાડી ફળીયુ, બારડોલી).
નિશાબેન મેહુલભાઈ ચૌધરીએ કરેલ 8 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
1.ધર્મેશભાઇ જયંતીભાઇ ચૌધરી, 2.વિણાબેન ધર્મેશભાઇ ચૌધરી, 3.બચુભાઇ સોમાભાઇ ચૌધરી, 4.કીકીબેન બચુભાઇ સોમાભાઇ ચૌધરી, 5.રાધાબેન પલ્કેશભાઇ ચૌધરી, 6.પલ્કેશભાઇ કનુભાઇ ચૌધરી 7.સુરેશભાઇ મોહનભાઇ પટેલ અને 8.મીરાબેન સુરેશભાઇ મોહનભાઇ પટેલ (તમામ રહે. વધાવા ગામ, બારડોલી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500