બારડોલીનાં તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદી કિનારે જુગાર રમી રહેલા 7 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. જોકે પોલીસે તેમની પાસેથી રૂપિયા 18,140/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદી કિનારે કોહલીના ઘરની પાછળ જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીનાં આધારે પોલીસે છાપો મારતા કૈલાશ ઉર્ફે કોહલી રાજુભાઈ વસાવા, સુરેશ રમેશભાઈ વસાવા, વિજય નગીનભાઈ મજાલપુડીયા, સલીમ રઉફ શેખ, ગુલામ નબી નૂર મહંમદ શેખ, સાવન ઉર્ફે કાળુ રાજુ વસાવા અને મુનાફ જીકરભાઈ મેમણ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આમ પોલીસે તેમની પાસેથી અંક ઝડતીના રોકડા રૂપિયા 9,940/- ઉપરના રોકડા રૂપિયા 1,700/- તેમજ 4 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 18,140/-નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્દ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500