સુરતના મોટા વરાછાના સીલવાસા રેસીડન્સીમાં ગૃહિણી દ્વારા ચલાવવામાં આવતા જુગારધામ ઉપર ઉત્રાણ પોલીસે દરોડા પાડી 6 મહિલાને રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 2.41 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્રાણ પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના એ.બી.સી સર્કલ નજીક સીલવાસા રેસીડન્સીના ફ્લેટ નં.બી/1102માં રહેતા જ્યોત્સના મહેશ પાઘડાળ (ઉ.વ.42., મૂળ રહે.આકોલીળી, તાલાળા, જિ.જૂનાગઢ)ને ત્યાં દરોડા પાડયા હતા.
જયાંથી નાળ પેટે પૈસા ઉઘરાવી જુગાર રમાડનાર જ્યોત્સના ઉપરાંત જુગાર રમવા આવનાર મંજુ ભુપત ડાભી (ઉ.વ. 45 રહે.સપના સોસાયટી, કાપોદ્રા અને મૂળ.જેજાત, જેસર, જિ.ભાવનગર), સોનલ વિઠ્ઠલ પાડલીયા (ઉ.વ.46., રહે.ધર્મજીવન રો-હાઉસ, મોટા વરાછા અને મૂળ. ગુંદાળા, જિ.દેવભુમિ દ્વારકા), સરોજ મનસુખ સાવલીયા (ઉ.વ.41., રહે.રાજ નંદની સોસાયટી-1, વેલંજા, કામરેજ અને મૂળ. જસાપર, જામકંડોરણા, જી. રાજકોટ), સુનીત તરૂણ પટેલ (ઉ.વ.42., રહે.તોરલ રેસીડન્સી, લસકાણા, કામરેજ અને મૂળ. સાધલી, સિનોર, જિ.વડોદરા), હેમા ગિરીશ મુલચંદાની (ઉ.વ.40., રહે.ગુ.હા. બોર્ડ, પાલનપુર પાટીયા અને મૂળ. કુબેરનગર, નરોડા, અમદાવાદ)ને ઝડપી પાડયા હતા. પોલીસે નાળ પેટે ઉધરાવેલા રૂપિયા 10 હજાર ઉપરાંત 6 નંગ મોબાઇલ ફોન અને જુગારના દાવના અને અંગ જડતીના મળી કુલ રૂપિયા 1.70 લાખ મળી કુલ રૂપિયા 2.41 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500