બારડોલીનાં શેઠ ફળિયામાં વરલી મટકાના આંક પર જુગાર રમતા 6 શખ્સોને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રંગે હાથ પકડી લીધા હતા. જોકે પોલીસ તેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 32,340/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાનાં બારડોલી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં શેઠ ફળિયામાં શશિકાંતભાઈનાં મકાનનાં ઓટલા પર ખુલ્લામાં કંચનભાઈ નામનો ઈસમ મળતીયા માણસો સાથે મળી વરલી મટકાના અંક પર જુગાર રમાડી રહ્યા છે.
જે બાતમીનાં આધારે પોલીસે છાપો મારી સ્થળ પર જુગાર રમી રહેલા શશિકાંત ભાણા રાઠોડ, રાકેશ સાનિયા રાઠોડ, રાજુ ભાણા રાઠોડ, સંજય નટવર પાટણવાડિયા, પરેશ રવજી રાઠોડ અને ઠાકોર ભીખુ ચૌધરીને ઝડપી લીધા હતા. જ્યારે કંચન, રાહુલ અને વિરલ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 26,340/- અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 32,340/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500