કોસંબાનાં કોલેજનાં ગેટ ઉપર જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 2.78 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લાનાં કોઈપણ જગ્યાએ પ્રોહી. જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર જિલ્લા પોલીસને ચોક્કસ માર્ગદર્શન આપ્યું હતું. જેને લઇને કોસંબા પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી બાતમીદારોને કામે લગાડી દીધા હતા. ત્યારે કોસંબા પોલીસ મથકના પી.આઇ.ને ચોક્કસ બાતમી મળી હતી કે, કોસંબા ગામમાં આવેલી એવાય દાદાભાઇ ટેકનીકલ કોલેજનાં ગેટ ઉપર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.
જે બાતમીના આધારે કોસંબા પોલીસે છાપો માર્યો હતો. જેમાં પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડી કુલ રૂપિયા 2.78 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ તમામની અટક કરી હતી. જોકે પોલીસે મોસીન હનિફ સૈયદ, અનવર હનિફ સૈયદ, અજય જસવંત વસાવા, અખ્તર અબદુલ શાહ, રિયાઝ મોહમ્મદ શેખ, (પાંચેય રહે.જુના કોસંબા) સફી અતુલરહિમ શેખ (રહે.કોસંબા, ઇદગાહ ફળીયુ)નાંને ઝડપી પાડ્યા હતા, જયારે સરફરાઝ નામનાં વધુ એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500