બારડોલી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારનાં આફવા ગામમાં જુગાર રમી રહેલા 6 જણાને રંગે હાથ પકડી પાડ્યા હતા. જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 1.18 લાખથી વધુ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા LCBની ટીમ બારડોલી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, આફવા ગામનાં નહેર ફળિયામાં ગણપતભાઈ છીતુભાઈ હળપતિના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં વાલોડ ખાતે રહેતો દિપક બાબુભાઇ શાહ પોતાના માણસો રાખી મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો પર આવતા જતાં રાહદારીઓ પાસેથી પૈસાવતી જુગાર રમાડી રહ્યા છે.
જે બાતમીનાં આધારે પોલીસે છાપો મારતા પોલીસે અંક પર જુગાર રમી રહેલા જીતેન્દ્રભાઈ છોટુભાઈ માહ્યાવંશી (રહે.કોળીવાડ, બોરિયા,તા.મહુવા), હિરેન કાંતુભાઈ હળપતિ (રહે.શીકેર, તા.વાલોડ, જિ.તાપી), મનુભાઈ શંકરભાઈ રાઠોડ (રહે.ઇસરોલી,તા.બારડોલી), પિયુષ કાંતિભાઈ પટેલ (રહે.પટેલ ફળિયું,ઇસરોલી,તા.બારડોલી), મહેશભાઇ ભીમસિંગભાઈ ગામીત (રહે.રાજીવનગર,બારડોલી) અને ભાવિકસિંહ વિક્રમસિંહ મહિડા (રહે.પરોણા ફળિયું,ખરવાસા,તા.બારડોલી) નાને ઝડપી લીધા હતા. જ્યારે દિપક બાબુ શાહ (રહે.વાલોડ,જિ.તાપી) અને વિજય ગાયકવાડ (રહે.વાલોડ,તાપી) નાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે રોકડા રૂપિયા 13,140/-, 5 નંગ મોબાઇલ અને 3 મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 1,18,640/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500