Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓનલાઇન જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા, 2 વોન્ટેડ

  • July 06, 2022 

સુરત શહેરનાં મોટા વરાછાનાં સુદામા ચોક સ્થિત પ્લેટીનીયમ પોઇન્ટમાં એમ્બોઇડરી કારખાનેદારની ઓફિસમાં દુબઇથી ઓનલાઇન રમતા જુગારનાં નેટવર્કનો પર્દાફાશ કરી 2 કારખાનેદાર સહિત 6 લોકોને ઝડપી પાડયા હતા, જયારે દુબઇથી જુગાર રમાડનાર 2 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.




સુત્રો પાસેથી માંન્લ્તિ માહિતી અનુસાર, મોટા વરાછાનાં સુદામા ચોકનાં પ્લેટીનીયમ પોઇન્ટમાં એમ્બ્રોઇડરીના કારખાનેદાર સંજય ઉર્ફે ગોપાલ વલ્લભ જાવીયા (ઉ.વ.35, રહે.અભિષેક રેસીડન્સી, સુદામા ચોક, મોટા વરાછા) નાની ઓફિસમાં દરોડા પાડી પોલીસે તેના મિત્ર વિપુલ વલ્લભ કાઠરોટીયા (ઉ.વ.45, રહે.ઓમ રેસીડન્સી, ખરસદ,કામરેજ) ઉપરાંત જુગાર રમવા આવનાર રત્નકલાકાર માલસુર નગભાઇ લુણી, જીગર ધીરૂભાઇ માલવીયા, જગદીશ પરસોત્તમ ગઢીયા અને જગદીશ પ્રાગજી ગોંડલીયાને ઝડપી પાડયા હતા.




જોકે સંજય અને વિપુલ દુબઇમાં બેઠા બેઠા ઓનલાઇન તીનપત્તી, ફુટબોલ, કેસીનો, ડ્રેગન ફિશીંગ અને ક્રિકેટ જેવી રમત ઉપર જુગાર રમાડનાર ચિંતન પટેલ અને રમેશ જયેશભાઇ પાસેથી આઇડી-પાસવર્ડ મેળવી જુગાર રમાડતા હતા. આમ, પોલીસે રોકડ સહિત કુલ રૂપિયા 2.15 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો, જયારે દુબઇમાં બેઠા બેઠા ઓનલાઇન જુગાર રમાડનાર ચિંતન પટેલ અને રમેશ જયેશભાઇને વોન્ટેડ જાહેર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application