બારડોલી તાલુકાનાં બાબેન ગામના સંજય નગરમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા 6 જણાને રંગે હાથ ઝડપી પાડ્યા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્યની બારડોલી ટાઉન પોલીસની ટીમ શુક્રવારે રાત્રે પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાબેન ગામના સંજય નગરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીનાં આધારે પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા પ્રવીણ સુખલાલ સેંદાણે (રહે.સંજય નગર, બાબેન,તા.બારડોલી), ગોકુલ પંડિત સકટ (રહે.સંજય નગર,બાબેન,બારડોલી), અજય ચીમન ઠાકરે (રહે.સંજય નગર,બાબેન,બારડોલી), મંગેશ દિલીપ ભટકર (રહે.સંજય નગર,બાબેન,બારડોલી), કિશન વસંત ઢાલવાલે (રહે.સંજય નગર,બાબેન,બારડોલી) અને આકાશ હીરામણ લોન્ડે (રહે.સંજય નગર,બાબેન, બારડોલી) નાઓને રંગે હાથ ઝડપી લીધા હતા. જોકે પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 5,700/- અને દાવ પર મૂકેલ રોકડ રૂપિયા 1,240 મળી કુલ રૂપિયા 6,940/-નો મુદ્દામાલ કબ્જે કર્યો તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application