સુરતના પલસાણા તાલુકાના કડોદરા GIDC પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ચલથાણ ગામે આદર્શ બંગલોઝ સોસાયટીમાં ગતરોજ મળસ્કે તસ્કરો ત્રાટકયા હતા. જોકે આ તસ્કરોઓ સોસાયટીમાં લગાવેલા એક મકાનના CCTVમાં કેદ થઈ હતી. જયારે સોસાયટીના રહીશોના જણાવ્યાં અનુસાર, ગતરોજ મળસ્કેના સમયે સોસાયટીની બાજુમાં આવેલ ખેતરાડી વિસ્તારમાંથી સોસાયટીની દિવાલ કૂદી 5 તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા.
જોકે મોઢે રૂમાલ બાંધી હાથમાં હથિયાર તેમજ પથ્થર લઈ સોસાયટીમાં ઘટનાને અંજામ આપવા માટે આંટાફેરા કરતા હતા. ત્યારે એકાએક સોસાયટીના વોચમેનની નજર ચઢતા વોચમેને બુમાબુમ કરતા તસ્કરોઓએ વોચમેને પર પથ્થર મારો કર્યો હતો છતાં પણ વોચમેને જોરજોરથી બુમાબુમ કરતા સોસાયટીના લોકો જાગી ગયા હતા. જેથી તસ્કરો ખેતરાડીના રસ્તે ભાગી છૂટ્યા હતા.
ઘટનાં બાદ આખી સોસાયટી મળસ્કે 2 વાગ્યે જાગી ગઈ હતી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા રાત્રી પેટ્રોલીંગ કરતી પોલીસની એક ટુકડી સોસાયટીમાં પહોંચી સમગ્ર મામલાની નોંધ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનામાં પલસાણાના વાંકાનેડા ગામની સીમમાં ત્રણ અવાવરું મકાનોને ટાર્ગેટ કરી એક મકાનમાં ઘટનાને અંજામ આપ્યો હતો.
ઘટનાનો એમ.ઓ.જોતા એ જ તસ્કરોઓની ટુકડી આ સોસાયટીમાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ. હાલ પોલીસ સમગ્ર મામલે રાત્રીનું પેટ્રોલિંગના પોઇન્ટના ફેરફાર કરી ગુનાને અટકાવવા માટેની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500