બારડોલી નગરનાં એક ફળિયામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાડે જુગાર રમતા જુગારીઓને બાતમીનાં આધારે ઝડપી પાડી રૂપિયા 91 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે પોલીસે 5 જુગારીઓને ઝડપી પડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં માતા ફળિયા ફળિયા ખાતે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પતા પાનાનો જુગાર રમાઈ રહ્યો હતો.
જેની બાતમી બારડોલી પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને સ્થળ પર હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓની અટક કરવામાં આવી હતી. પોલીસે તમામ જુગારીઓ પાસેથી અંગઝડતીની રોકડ રૂપિયા 67,370/-, દાવ પરની રોકડ રૂપિયા 9,000/- તેમજ 5 નંગ મોબાઇલ કિંમત રૂપિયા 15,000/- મળી કુલ રૂપિયા 91,370/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500