સુરતનાં કામરેજ ખાતે રહેતા અને ઇલેક્ટ્રિક વાયરિંગનો કોન્ટ્રાક્ટ લેતા બે ભાગીદાર યુવાનો પોતાનું કામ પતાવી પોતામાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કામરેજ ટોલટેક્ષ નજીક આંબોલી ગામે બાઈકને આંતરીને રિક્ષામાં આવેલા 4 ઈસમોએ બંને ઈસમો પાસેથી રૂપિયા 34 હજારનાં રોકડની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ અમદાવાદનાં અને હાલ સુરતનાં કામરેજ ખાતે કેનાલ રોડ પર એ.સી.બી.મોલની નજીક રિદ્ધિ સિદ્ધિ રેસિડેન્સીના મકાન નંબર-258માં રહેતા પવનકુમાર લવજીભાઈ ડાભી (ઉ.વ.36)નાઓ અલગ અલગ સોસાયટીમાં ઇલેક્ટ્રીક વાયરિંગનું કોન્ટ્રાક્ટર લઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
જોકે તેવો અશ્વિનભાઈ બાલાભાઈ મારું (રહે.મકાન 37, આસોપાલવ રો.હાઉસ, વિભાગ-1, બાપા સીતારામ નગર, કેનાલ રોડ, કામરેજ) નાઓ ભાગીદારીમાં કોન્ટ્રાકટ રાખે છે જોકે ગત તા.10 સપ્ટેમ્બરનાં રોજ સાંજના સમયે કિમનાં પીપોદરા ખાતેથી એક સોસાયટીમાં કામ કરી બંને ભાગીદારો પોતાનું કામ પતાવી જુપિટર મોપેડ બાઈક નંબર GJ/05/SN/9712 પર બંને પોતાના ઘરે આવી રહ્યા હતા.
તે સમયે ટોલટેક્ષ નજીક આંબોલી ગામની સીમમાં અમદાવાદથી મુંબઈ તરફનાં ટ્રેક પર તેમની મોપેડ બાઈક નજીક એક રીક્ષા આવી અને તેમાંથી એક ઇસમે લાકડાનો ફટકો મારી તેમના ભાગીદાર અશ્વિનભાઈને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ અન્ય ત્રણ ઈસમોએ આવી લાકડા લઈ બંનેને મારમારી પવનકુમાર પાસેથી 25 હજાર રોકડ અને અશ્વિનભાઈ પાસેથી 9 હજાર રોકડ લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા.
આમ બંનેએ રિક્ષાનો નંબર નોંધી રીક્ષા પાછળ કિમ પોલીસ સ્ટેશન લખ્યું હતું ઘટના બાદ ઇજાગ્રસ્ત પવન કુમારને કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના અંગે પવનકુમારે કામરેજ પોલીસ મથકમાં અજાણ્યા 4 ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ આપી હતી. બનાવ અંગે કામરેજ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500