સુરતનાં પલસાણા તાલુકાનાં ધામદોડ ગામની સીમમાંથી LCB પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને નહેર નજીક ઝાડી ઝાખરમાં સંતાડેલ વિદેશી દારૂનો કારટિંગ થતો રૂપિયા 42 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી 2ની ધરપકડ કરવામાં આવી, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા LCBનાં અંગત રાહે બાતમી મળી હતી કે, એના ગામે નવી ગિરનાર ફળિયામાં રહેતો અને વિદેશી દારૂનો ધંધો કરતો કુખ્યાત બુટલેગર ભીખા નાથુ રાઠોડે ધામદોડ ગામથી તુંડી ગામ તરફ જવાના રોડ પર નહેરની બાજુમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો છે.
જે બાતમીનાં આધારે વિદેશી દારૂનો જથ્થો ઝાડી-ઝાખરામાં સંતાડી તેને મોપેડ ઉપર સગેવગે કરનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જોકે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો 297 નંગ મળી જેની કિંમત રૂપિયા રૂપિયા 42 હજારથી વધુ, 2 નંગ મોબાઇલ, રોકડ અને મોપેડ ગાડી મળી કુલ રૂપિયા 99 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ભીખા નાથુ રાઠોડ અને રાહુલ રાકેશ રાઠોડની અટક કરી હતી જ્યારે અજય પટેલ અને કંચન સુનિલ રાઠોડને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500