Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુકાનમાં ગેરકાયદે રીતે ગેસ રીફિલિંગ કરનાર 2ની ધરપકડ કરાઈ

  • July 01, 2022 

કામરેજ તાલુકાનાં નવી પારડી ગામની સીમમાં આવેલ સૂર્યોદય સોસાયટીમાં ગેરકાયદે રીતે રાંધણ ગેસનાં સિલિન્ડરમાંથી રીફિલિંગ થતું હોવાની બાતમીના આધારે સુરત જિલ્લા એસઓજીની ટીમે દરોડા પાડી કોમર્શિયલ તેમજ સબસિડી વાળા 144 બોટલ તેમજ એક ટેમ્પો મળી રૂપિયા 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા હતા.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસઓજી ટીમને બાતમી મળી હતી કે, નવી પારડી ગામની સીમમાં આવેલી સૂર્યોદય સોસાયટીના બ્લોક નંબર-32ની દુકાન પાસે એક ટેમ્પોમાં ઘર વપરાશના ગેસ સિલિન્ડર ભરીને લાવવામાં આવ્યા છે અને તેને એક દુકાનમાં રાખી ગેરકાયદે રીતે રીફિલિંગ કરી વેચાણ કરવામાં આવે છે.




જે બાતમીના આધારે પોલીસે રેડ કરતાં કોમર્શિયલ બટલા નંગ 144 કિંમત જેની કિંમત રૂપિયા 1.99 લાખ, રીફિલિંગ કરવાની મોટર, રેયુલેટર, નોઝલ, સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.




આમ, પોલીસે આ ગુનામાં કિશનભાઈ શંકરભાઈ તૈલી (રહે.દત્તકૃપા સોસાયટી, વરેલી) તેમજ અશોકકુમાર રામચરિત્ર શાહ (રહે.કૃષ્ણનગર કડોદરા) નાની ધરપકડ કરી આવશ્યક ચીજવસ્તુ નિયમન ધારા તેમજ જોખમી રીતે રીફિલિંગ કરવા બાબતે ગુનો નોંધી ટેમ્પો સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application