બારડોલીનાં બાબેન ગામે જુગાર રમતા 18 ઇસમોને સ્ટેટ મોનિટરિંગ સેલે રંગે હાથ ઝડપી રૂપિયા 1.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના માણસો મંગળવારે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, બારડોલીનાં બાબેન ગામે સંજય નગરમાં કાચી પતરાની ઓરડીની બહારના ભાગે હારૂન મન્સુર પોતાના મળતીયાઓ સાથે વરલી મટકાનાં આંકો પર પૈસા વડે હારજીતનો જુગાર રમી અને રમાડી રહ્યા છે.
જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેડ કરી હારૂન મસૂર, નિમ્બા પવાર, જ્ઞાનેશ્વર મિસ્ત્રી, સુનિલ રાઠોડ, યોગેશ પંડિત, ભરત સોનવણે, વિક્રમસિંહ મહિડા, ગણપત હળપતિ, શીવા પંડિત, મણિયા ભોઈ, ભાર્ગવ માંહ્યાવંશી, નબીહુસેન મનિહાર, શંકર ગુડે, અશોક હળપતિ, નાશીરખાન પઠાણ, અર્જુન કાનડે, પ્રવીણ નેડકર તેમજ લાલુ બોરસેની અટક કરવામાં આવી છે. જ્યારે અનિલ સોનવણેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે તમામ જુગરીઓ પાસેથી દાવ પરની રોકડ, અંગ ઝડતીની રોકડ, 2 મોટરસાયકલ તેમજ 2 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 1,85,110/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500