પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય, જીલ્લા પોલીસ ભવનના જણાવ્યા અનુસાર તા.૨૩/૦૬/૨૦૨૩ના રોજ ઘર નં-૧૬૧, આરાધના ડ્રીમ, સોસાયટી નં-૦૩, જોળવા ગામ, પલસાણા (મૂળ: બામને ગામ, જી.ધુલીયા, મહારાષ્ટ્ર) સુરત ખાતે રહેતા નાનાસાહેબ દિનકર પાટીલની ૧૬ વર્ષીય પુત્રી પુનમબેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે અથવા અપહરણ થયાની શંકા વ્યક્ત કરાઈ છે. તેમણે મરૂન કલરનું ટોપ તથા લીલા કલરનું પેન્ટ પહેરેલ છે. શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ ૫.૧ ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500