પલસાણા ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 15 વર્ષની દીકરીને એક યુવક ભગાડી જતાં સગીરાની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાન અને હાલ પલસાણા ખાતે રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી ગત તા.6 જૂનના રોજ કડોદરા ગઈ હતી.
ત્યારબાદ તે પરત ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે પ્રકાશ નામનો શખ્સ પોતાનો બદઇરાદો પાર કરવા માટે અપહરણ કરી ગયો હોય. સગીરા શરીરે પાતળા બાંધાની રંગે ઘઉવર્ણની જેની ઉચાઇ 4 ફુટ 5 ઇંચની છે જેણે શરીરે સફેદ તથા બ્લ્યુ કલરની ટીશર્ટ તથા બ્લ્યુ કલરનો જિન્સ પેન્ટ પહેરેલ છે. જે રાજસ્થાની તથા હિંદી તથા ગુજરાતી ભાષા જાણે છે. બનાવ અંગે સગીરાની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application