સુરત એલ.સી.બી શાખાનાં માણસો જુગારની પ્રવુતીને નાબુદ કરવા બાબતે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન એલ.સી.બી. શાખાના સ્ટાફ નાઓને તેમના વિશ્વાસુ બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, પાતલ ગામે રહેતો કમલેશ રાજુભાઇ નાનો તેના માણસો દ્વારા અરેઠ ગામની સીમમા કોલોની ફળીયામા જાહેરમા આવતા જતા લોકો પાસેથી મુંબઇથી નીકળતા વરલી મટકા કલ્યાણ બજારના નિકળતા આંકો ઉપર ચીઠ્ઠીની આપલે કરી હાર જીતનો જુગાર રમી રમાડી રહેલ છે.
જે બાતમી આધારે પોલીસે રેઈડ કરતા કોલોની ફળીયા પાસે આવતા ત્યાં જાહેરમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ કરી ઉભા હોઇ અને બીજા ત્રણથી ચાર ઇસમો નીચે બેસેલા હતા અને તેઓ કઇક વસ્તુની આપ લે કરતા પોલીસે તમામને કુલ 14 ઇસમોને દબોચી રોકડ રકમ રૂપિયા 36,600/- તથા કલ્યાણ બજારની ડુબ્લીકેટ પાનાની બુક અને 9 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 81,125/-નાં મુદામાલ કબ્જે લઈ તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે કમલેશ રાજુ દરબાર નામના ઈસમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
જુગાર રમતા ઝડપાયેલા આરોપી....
1.જીતુભાઇ બાબુભાઇ ગામીત,
2.વિકાશભાઇ હિરાભાઇ ચૌહાણ,
3.મિતુલભાઇ ભાણાભાઇ રાઠોડ,
4.ભાવેશભાઇ સુંદરભાઇ પટેલ,
5.ધર્મેશભાઇ શંકરભાઇ પટેલ,
6.રાજુભાઇ સોમાભાઇ રાઠોડ,
7.પ્રતીકભાઇ નારસીંગભાઇ ચૌધરી,
8.રોહીતભાઇ સુરેશભાઇ ગામીત,
9.રાજેશભાઇ માનસીંગભાઇ ચૌધરી,
10.ગુમાનભાઇ સવજીભાઇ ચૌધરી,
11.કિશનભાઇ રમેશભાઇ વસાવા,
12.ખંડુભાઇ રવલાભાઇ ગામીત,
13.ધનસુખભાઇ રવજીભાઇ રાઠોડ અને
14.સુરેશભાઇ ગાંડાભાઇ વસાવા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500