સુરત ગ્રામ્ય જિલ્લા ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફ્લો સકોર્ડની ટીમે બાતમી આધારે બારડોલીનાં કડોદ ગામે મુંબઈ કલ્યાણ બજારથી નીકળતા આંક ફેરનો જુગાર રમતા શનિવારનાં રોજ રેડ કરી જુગાર રમતા રમાડતા 14 લોકો ઝડપાયા હતા, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરત એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો બારડોલી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, કડોદ ગામે કુંભાર ફળીયામાં રહેતા માજીદખાન કાસમખાન પઠાણના ઘરે પહેલા માળે જાવિદખાન રસીદખાન પઠાણ નાઓ તેના સાગરીતો સાથે મળી મુંબઇથી નીકળતા વરલી મટકાના આંકો લખી જુગાર રમી રમાડે છે.
તેમજ ત્યા આગળ ઘણા ઇસમો જેઓ આંકો લખેલ વલણો લઇને બેસેલ છે. જે બાતમીનાં આધારે પોલસીની ટીમ ઘટના સ્થળે પહોંચી આંકડો રમી રહેલા તેમજ રમાડનાર મળી કુલ 14 ઈસમોની ધરપકડ કરી કુલ રૂપિયા 1,68,970/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપી વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ રેડમાં ઝડપાયેલા 14 ઈસમો.....
1.જાવિદખાન રસીદખાન પઠાણ,
2.સાદીક મહમદ મલેક,
3.ઇલ્યાસ અહમદખાન પઠાણ,
4.અલ્લાઉદીન સાજીદ બોરાજી,
5.અબ્દુલ યાકુબભાઇ મલેક,
6.નુરમીયા યાકુબ મલેક,
7.અલ્ફાઝ ઇકબાલ મલેક,
8.અમીત ઉમેદભાઇ રાઠોડ,
9.ભાવીકભાઇ જયંતિભાઇ પટેલ,
10.સંજયભાઇ નાનુભાઇ,
11.જગદિશભાઇ ગુરજીભાઇ,
12.ભીખાભાઇ રામુભાઇ રાઠોડ,
13.સંજયભાઇ ઠાકોરભાઇ હળપતિ અને
14.ધીરૂભાઇ જીવણભાઇ હળપતિ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500