સુરતનાં માંગરોળ તાલુકાના આસોદલા ગામની સીમમાં ખેતરમાં આવેલી બંગલીમાં જુગાર રમી રહેલા 12 જુગારીઓને રંગે હાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્ય LCBની ટીમ કોસંબા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોસંબા ગામે રહેતો હનીફ ગુડ તથા તેનો ભાઈ ફરીદખાન પઠાણ સુરત શહેરમાંથી તથા આજુબાજુનાં ગામડાઓમાંથી માણસોને આસોદલા ગામેની સીમમાં ભરતભાઈ રામભાઈ આહીરના ખેતરમાં આવેલી બંગલી ઉપર બોલાવી બંગલીના રખેવાળ વિજયભાઈ હમીરભાઈ આહીરના મેળાપીપણામાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે.
જે બાતમીનાં બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો અને પોલીસે સ્થળ પર જુગાર રમી રહેલા ફરીદખાન હમીદ ખાન પઠાણ (રહે. અશરફ ટેરીસ,રાંદેર,સુરત), રાજેન્દ્ર લલનભાઈ પટેલ (રહે. એકતા નગર, અડાજણ, સુરત), સુરેશ કાશીપ્રસાદ ગુપ્તા (રહે.એસએમસી આવાસ બિલ્ડીંગ, અડાજણ સુરત), રવિન્દ્ર લલન મહેતા (રહે.એકતા નગર, અડાજણ, સુરત), ધર્મેન્દ્ર વિક્રમસિંહ ચુડાસમા (રહે. ગોલ્ડનપાર્ક સોસાયટી, નવાગામ, કામરેજ), સાદીક ઉસમાન વડગામા (રહે.જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી), વલ્લભ ગોબર મોવલિયા (રહે.વરાછા, સુરત), હિતેશ મનહર દેસાઇ (રહે. વરાછા, સુરત), તુલસી આણંદ પીપરિયા (રહે.રક્ષા એપાર્ટમેન્ટ,કતારગામ, સુરત), કમલેશ જયપ્રકાશ શર્મા (રહે.વરાછા, સુરત), અસલમ ઉર્ફે અન્નો અબ્દુલ મકરાણી (રહે.આમોદ,ભરુચ) અને વિજય હમીર આહીર (રહે.આસોદલા, માંગરોળ) નાની ધરપકડ કરી હતી.
જોકે પોલીસે આ ગુનામાં હનીફ ખાન હમીદ ખાન પઠાણ (રહે.કોસંબા), રમેશ વસાવા (રહે.નાના નોગામા, માંગરોળ) અને સિકંદર (રહે.કામરેજ) નાને વોન્ટેડ જાહેર કર્યા હતા અને પોલીસે સ્થળ પરથી પોલીસે રોકડા રૂપિયા 92,740/- તથા 10 નંગ મોબાઇલ, એક ફોરવ્હીલ કાર મળી કુલ રૂપિયા 3,38,740/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500