સુરતનાં કામરેજ તાલુકાનાં કઠોર ગામે જુગાર રમી રહેલા 11 જુગારીઓને સુરત જિલ્લા LCBની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લા LCBની ટીમ કામરેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કઠોર ગામનાં દરજી ફળિયામાં ખાલીદ મહમદ લોખાતના મકાનમાં ખાલીદ તથા હિતેશ બાબુભાઈ ભૂત (રહે.વરાછા, સુરત) ભેગા મળીને બહારથી માણસો બોલાવી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે.
આ બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો. પોલીસે જુગાર રમી રહેલા ખાલિદ મહમદ લોખાત (રહે.કઠોર, દરજી ફળિયું, તા. કામરેજ), હિતેશ બાબુ ભૂત (રહે.અમિધારા એપાર્ટમેંટ, વરાછા, સુરત), રવિ કેશુભાઈ સીરોયા (રહે.નિજાનંદ સોસાયટી, વરાછા, સુરત), નિલેષ વેલજી પરબદા (રહે. અક્ષરપાર્ક સોસાયટી, અમરોલી, સુરત), હસમુખ ગોરધનભાઈ કનસાગરા (રહે.રેશમ ભવન, બોમ્બે માર્કેટ, સુરત), પ્રફુલ રણછોડ ખેર (રહે.વ્રજવિહાર રેસિડેન્સી, વ્રજચોક, સરથાણા, સુરત), મનીષ અંબા પટેલ (રહે કિરણ ચોક સોસાયટી, પૂણા, સુરત), નિલેષ મગન કથારીયા (રહે.ગજાનંદ કોમ્પ્લેક્સ, સચિન સુરત), અબ્દુલ ઈસ્માઈલ બગીયા (રહે.બદાત ફળિયા, કઠોર, તા. કામરેજ), મુકેશ કાનજી કુકડિયા (રહે.વાસ્તુપુજા એપાર્ટમેંટ, મોટા વરાછા, સુરત) અને હસમુખ બાવા કથારીયા (રહે.વેદાગ એપાર્ટમેંટ, મોટા વરાછા, સુરત) નાને રંગે હાથ ઝડપી લીધા હતા. આમ, પોલીસે તેમની પાસેથી રૂપિયા 70,050/, 12 નંગ મોબાઇલ, 3 મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 2,9,550/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500