બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામેથી જુગાર રમી રહેલા 11 જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 2.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સુરત જિલ્લામાં રાત્રી પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામનાં પરવડી ફળિયામાં રેઈડ કરતા કેટલાક શખ્સો કાળીબેન માલુભાઈ ભીલના મકાનની સામે જુગાર રમી રહ્યા હતા.
જોકે પોલીસને જોઈને સ્થળ પરથી બે શખ્સો ભાગી છૂટ્યા હતા. જ્યારે પોલીસે બાકીના 11 જુગારીઓને રંગે હાથ પકડી લીધા હતા. આમ, પોલીસે સ્થળ પરથી પકડાયેલા જુગારીઓની અંગઝડતી કરતા રૂપિયા 12,400/- રોકડા, દાવ પરનાં રૂપિયા 5,510/-, 8 નંગ મોબાઈલ, 2 મોટરસાઇકલ અને 1 રીક્ષા મળી કુલ રૂપિયા 2,54,410/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ રેઇડમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયેલા
1.રાજેન્દ્ર ઉર્ફે સોનું રાકેશ રાજપૂત (રહે.ઇસરોલી, તા.બારડોલી),
2.અશોક મનહર હળપતિ (રહે.બાવકી ફળિયું, ઇસરોલી, તા.બારડોલી),
3.હિરેન ડાહ્યા પરમાર (રહે.અંબાજી ફળિયુ, બાબેન),
4.ઉમેશ રાજુ કોળી (રહે.પચાસ ગાળા, બારડોલી),
5.અક્ષય કાળીદાસ રાઠોડ (રહે.માતાફળિયું, બારડોલી),
6.રાહુલ અશોક રાય (રહે.પુષ્કર પાર્ક, બાબેન),
7.ચેતન પ્રવીણ પરમાર (રહે.અંબાજી નગર, બાબેન),
8.વિકી નગીન પરમાર (રહે.પુષ્કરપાર્ક, બાબેન),
9.રોહિત દિનેશ હળપતિ (રહે.પરબડી ફળિયું, ઇસરોલી),
10.સના બુધિયા હળપતિ (રહે.નિશાળ ફળિયું, બારડોલી) અને
11.લાલુ ચીમન ચૌધરી (રહે.બારડોલી ચાર રસ્તા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500