વિધાનસભાની સામાન્ય ચુંટણીઓનાં મતદાન અંતર્ગત સુરત શહેર-જિલ્લાનાં મતદારોએ અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાનનાં મહાપર્વમાં જોડાયા હતા. ખાસ કરીને શતાયું મતદારોએ મતદાન કરીને દાખલો બેસાડયો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામના શતાયુ મતદાર એવા 101 વર્ષનાં મણીબહેન ઝવેરભાઈ પટેલે મતદાન કર્યુ હતું. માંડવી વિધાનસભા હેઠળ આવતા બૌધાન ગામના સાર્વજનિક હાઇસ્કુલ ખાતે મતદાન મથક કરીને મતદાન ન કરતા મતદારોને મતદાન કરવાની પ્રેરણા પુરી પાડી હતી. પોતાના પૌત્ર સાથે નૈતિક સાથે આવેલા મણીબહેન પટેલે સૌ કોઈને મતદાન કરવાની અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application