સુરતનાં ડિંડોલીમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ઉત્તરપ્રદેશ ભગાવી જઇ તેની સાથે બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 10 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી. કોર્ટે પીડિતાને રૂપિયા 45 હજાર વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. કેસની વિગત મુજબ ડિંડોલીમાં રહેતો આરોપી મુકેશ ક્સ્વાહ ઘર નજીક રહેતી 17 વર્ષિય સગીરા પાછળ પડયો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ કેળવી તા.2જી જુન, 2019નાં રોજ કિશોરીને લગ્નની લાલચ આપી હતી.
તેમજ ફોસલાવીને પોતાની સાથે ઉત્તર પ્રદેશ ભગાવી ગયો હતો જ્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીની મુકેશની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મુકેશ કસ્વાહ સામેનો કેસ ચાલી જતા કોર્ટે તેને દસ વર્ષની સજા ફટકારી હતી સાથે તેને રૂપિયા 50 હજાર રૂપિયાનો દંડ કરતો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application