સુરતના વરાછા વિસ્તારની પરીમલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી 7 મહિલા અને 3 પુરુષને વરાછા પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા 20,380/- કબજે કર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગતરોજ મળસ્કે પરીમલ સોસાયટી ઘર નંબર-80 પાસે જાહેરમાં જુગાર રમતી 7 મહિલા અને 3 પુરુષને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 20,380/- કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ઝડપાયેલા ઓમાં એક દંપત્તિ પણ સામેલ છે.
જુગાર રમતા ઝડપાયેલ 10 લોકો...
1.ગીતાબેન ભીમજીભાઇ વેગડ (રહે.ભગીરથનગર સોસાયટી વિભાગ-1,વરાછા),
2.રેખાબેન મધુભાઇ જેઠવા (રહે.વિશાલ નગર સોસાયટી,હીરાબાગ),
3.લક્ષ્મીબેન જીતુભાઇ વેગડ (રહે.ભક્તીનગર સોસાયટી,હીરાબાગ,વરાછા),
4.શારદાબેન ધીરૂભાઇ બારૈયા (રહે.સંતોષીનગર સોસાયટી,વરાછા),
5.ભાવનાબેન દિનેશભાઇ વેગડ (રહે.મધુવન સોસાયટી,વરાછા),
6.કમળાબેન અરવિંદભાઇ સોલંકી (રહે.રણજીતનગર,વરાછા),
7.મંજુબેન મનુભાઇ વેગડ (રહે.ભગીરથનગર સોસાયટી,વરાછા),
8.દેવાભાઇ કાળાભાઇ મકવાણા (રહે.સંતોષીનગર સોસાયટી,વરાછા),
9.ભીમજીભાઇ દુલાભાઇ વેગડ (રહે.ભગીરથનગર સોસાયટી વિભાગ 1,વરાછા) અને
10.જાલમ નાજાભાઇ ગોહિલ (રહે.ગાયત્રીનગર સોસાયટી,વરાછા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500