સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કામરેજનાં કઠોદરાનાં એક ફાર્મ હાઉસમાં રેડ કરી 10 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા ફાર્મ હાઉસનો રખેવાળ રોજ 10 હજાર લઈ જુગાર રમાડતો હોવાની હકીકત બહાર આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મોટરસાયકલ, મોબાઈલ, કાર, રોકડ મળી કુલ રૂપિયા 6.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચનીં ટીમ શનિવારના રોજ કામરેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, કામરેજનાં કઠોદરા ગામે વેલ સીતારામ ફાર્મ (રાણા)માં રેડ કરતા ફાર્મના ગેટ પર એક રખેવાળ મળી આવ્યો હતો.
જેને પોતાનું નામ દારસિંગ નાનુભાઈ પાડવી જણાવ્યું હતુ તેમજ પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા પ્રથમ માળે કુંડાળુ પાડી જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ફાર્મ હાઉસ સુરત શહેરનાં વરાછાનાં ચીકવાડી સ્નેહ મિલન વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કેવટીયાનું છે અને દારસિંગ પાડવી અહીં આ ફાર્મ હાઉસની રખેવાળી કરે છે.
જોકે દારાસિંગ રોજના 10 હજાર નાલ(ભાડુ) લઈ આ જુગારીને જુગાર રમાડતો હતો. પોલીસે ઘટના સ્થળેથી જુગારમાં દાવપર લાગેલા 11,470/- તેમજ તમામની અંગ ઝડતીનાં 2.10 લાખ, 11 નંગ મોબાઈલ, તેમજ 4 મોટરસાઇકલ અને એક ફોર વિલ મળી કુલ રૂપિયા 4.25 લાખ તથા ગંજી પાના મળી કુલ રૂપિયા 6,93,970/- લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલ ઈસમો
1.દારાસીંગ નાનુભાઇ પાળવી,
2.રાજુભાઇ ગોરધનભાઇ પટેલ,
3.મેહુલભાઇ વિનોદભાઇ બોદર,
4.હીતેશભાઇ પ્રહલાદભાઇ પટેલ,
5.મહેશભાઇ પરસોત્તમભાઇ વાદી,
6.બીપીનભાઇ કનુભાઇ પદમાણી,
7.ચીતનભાઇ નટવરભાઇ પટેલ,
8.જીગ્નેશભાઇ તુલસીભાઇ ધામેલીયા,
9.દિલીપ ભાઇ કાળુભાઇ પટેલ,
10.હરેશભાઇ બાલુભાઇ સાસપરા અને
11.દુર્લભભાઇ ભીખુભાઇ સાવલીયા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500