કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને હાતમી મળી હતી કે, કડોદરા અનુપમ એપાર્ટમેન્ટના ત્રીજા મળે કેટલાક ઇસમો જુગા૨ ૨મી રહ્યા છે જે બાતમીનાં આધારે પોલીસે રેઇડ કરી 10 જુગારીયાઓને જડપી પાડી રૂપિયા 3.79 લાખ રૂપીયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી મહીતી અનુસાર, કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ પોટ્રોલીંગમા હતી. તે સમયે બાતમી મળી હતી કે, કડોદરા ખાતે આવેલા અનુપમ એપાર્ટમેન્ટના ત્રીજા માટે કેટલાક ઇસમે તીન પત્તીનો હારજીતનો જુગા૨ ૨મી રહ્યા છે. જે આધારે કડોદરા પોલીસે સ્થળ ૫૨ જઇ રેઇડ કરતા સ્થળ પરથી 10 જેટલા જુગારીઓ ઝડપી પાડયા હતા.
આમ, પોલીસે રોકડ રૂપીયા મોબાઇલ તેમજ પાંચ બાઇક મળી કુલ રૂપિયા 3,79,500/-નાં મુદ્દામાલ સાથે બાબુ હબીબ શેખ (રહે.કબ્રસ્તાનની બાજુમાં કડોદરા, મુળ પશ્ચિમ બંગાલ) મનસુર બકરશેખ (ઉ.વ.25., ૨હે.બાલાજી મેડીકલની પાછળ, જોલવા ગામ) રજુ કાર્તીક મીસ્ત્રી (ઉ.વ.40., રહે.હેમીપાર્ક, જનપ્લાઝા, ડીંડોલી) બબલુ અસ્તુલ્લા ગાજી (ઉ.વ.45., ૨હે.શ્રીનીવાસ સોસાયટી, કડોદરા) હનીફ મુસ્લેમ અલી (ઉ.વ.36., રહે.આલીસાન સોસાયટી,કડોદરા) મનીરૂડ ખાલેક ગાજી (ઉ.વ.28.,૨હે.આરાધના ગ્રીન ગ્રામપંચાયતની પાસે, જોલવા ગામ) સફીકુલ સામસુર ગાજી (ઉ.વ.40.,૨હે.શ્રીનીવાસ સોસાયટી, કડોદરા) ઉત્તમ અનીલ સુકા (ઉ.વ.55., રહે.એકતા એપાર્ટમેન્ટ, કડોદરા) જમાલ નુરૂલ મંડોર (ઉ.વ.36.,રહે.રાજ પેલેસ બંસીપાર્ક, જોળવા ગામ) જાફુ દલામીયા મહોમ્મદ (ઉ.વ.29.,રહે.સીવાલીક એપાર્ટમેન્ટ, જોલવા ગામ) જેઓને પોલીસે જડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500