વલસાડ જિલ્લાનાં નાની પલસાણ ગામના મોંડુસીપાડા ફળિયામાં રહેતા કાળુભાઈ સાવળેભાઈ ખાન મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમનો ૧૭ વર્ષીય પુત્ર રોહિત વલસાડના મરલા ગામે આવેલા નવનિર્માણ વિદ્યાલયમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતો હતો અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયમાં રહેતો હતો. જયારે કાળુભાઈનો ૧૩ વર્ષીય પુત્ર રાહુલ સુરતના મહુવાના વડિયા ખાતે આવેલી આશ્રમશાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરે છે.
રોહિત રવિવારે સવારે આશરે ૫.૪૫ વાગ્યે તેના મિત્ર હિરામણ ભાવુભાઈ પ્રધાન સાથે છાત્રાલયના કંપાઉન્ડમાં આવેલા નારિયળના ઝાડ પર નાળિયર પાડવા માટે ચઢયો હતો. આ દરમિયાન રોહિતનો પગ ઝાડ પર ચઢતી વેળાએ લપસી જતા તે નીચે પટકાયો હતો. તેથી તેને ગંભીર ઈજા થઈ હતી. જે બાબતે છાત્રાલયના ગૃહ પતિ હસમુખભાઈ ગમનભાઈ ગાંવિતે ટ્રસ્ટી યોગેશકુમાર રમણલાલ પટેલને જાણ કરતા તેઓ છાત્રાલય ખાતે દોડી આવ્યા હતા. જે બાદ રોહીતને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે રોહિતને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કર્યો હતો. જે બાબતે મૃતકના પિતા કાળુભાઈ ખાને વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application