રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટા પાયે ભરતીની જાહેરાત કરાઈ હતી. જેમાં કુલ 13,852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી કરાશે. જેને લઈને આજથી ઓનલાઈન અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં 5000 જગ્યાઓ માટે ભરતી કરાશે. ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7000 જગ્યા પર ભરતી કરાશે.
જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતી માટે આજથી ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 16મી નવેમ્બર છે. અરજી કરના ઉમેદવારોએ ભરતી અંગેનું ઓનલાઈન અરજી પ્રત્રક vsb.dpegujarat.in ઉપર ભરી શકાશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં નવા શિક્ષકોની ભરતી એટ્લે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ 5 વર્ષ ફિક્સ 26,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET-1 અથવા TET-2 પાસ અકરેલી હોવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application