તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ અને જિલ્લા પુરવઠા અધિકારીનાં માર્ગદર્શન હેઠળ સોનગઢના ઇન્ચાર્જ મામલતદાર સહદેવસિંહ વનાર તથા સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ દ્વારા તારીખ ૧૬મી નવેમ્બર, ૨૦૨૪ના રોજ સોનગઢ નગરપાલિકા ખાતે સોનગઢ તાલુકાના ટી.એલ.ઈ. તથા ગ્રામપંચાયતના V.C.E.ના સહયોગથી ખાસ e-KYC કેમ્પ રાખી કુલ ૧૧૩૧ રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી કરવામાં આવી હતી.
હાલ રેશનકાર્ડ ધારકોની ખરાઈ બાબતે e-KYC કરવા ફરજીયાત હોય ઇન્ચાર્જ મામલતદાર દ્વારા સોનગઢ તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકો જેઓનો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત સમાવેશ થતો હોય કે ન થતો હોય પરંતુ રેશનકાર્ડ ધરાવતા હોય તો e-KYC કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે e-KYC નીચે મુજબ ૪ (ચાર) રીતે કરી શકાય છે. ઘરબેઠા "My Ration" મોબાઇલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઈ શકે છે. ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત ગ્રામ્ય સ્તરે, રેશનકાર્ડ ધારકની સસ્તા અનાજની દુકાને જઈને સસ્તા અનાજની દુકાનના સંચાલક મારફત PDS Plus એપ્લિકેશન દ્વારા તેમજ તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને કરી શકાય છે. આમ, ઉક્ત કોઇપણ રીતે e-KYC પૂર્ણ કરવા તમામ નાગરીકોને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application