Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં પોલીસ દ્વારા તારીખ 27 ઓક્ટોબર સુધી ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

  • October 22, 2024 

રાજ્યમાં પોલીસ દ્વારા આગામી 27મી ઓક્ટોબર સુધીમાં ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ છે, ત્યારે જે માલિકે તેમના ભાડૂઆતની નોંધણી ન કરાવી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં તારીખ 13થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કુલ 2,515 ભાડુઆતો-માલિકો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં તારીખ 13થી 18 ઓક્ટોબર દરમિયાન ભાડૂઆત નોંધણી અંગે હાથ ધરાયેલ ખાસ ઝુંબેશમાં, રાજયનાં કુલ 30,305 ભાડુઆતોને ચેક કરીને નોંધણીનાં નિયમોનું પાલન ના કરનારા કુલ 2,515 ભાડુઆતો-માલિકો વિરૂધ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.


જેમાં સૌથી વધુ સુરતમાં 625, અમદાવાદમાં 216, વડોદરામાં 148, રાજકોટમાં 151, આણંદમાં 123, ખેડા-નડિયાદમાં 104, ગાંધીનગરમાં 18, સાબરકાંઠામાં 91, ભરૂચમાં 434, કચ્છમાં 146, અરવલ્લીમાં 3, છોટા ઉદેપુરમાં 20, પંચમહાલમાં 76, મહિસાગરમાં 25, વલસાડમાં 70, દેવભૂમિ દ્વારકામાં 51, સુરેન્દ્રનગરમાં 74, મોરબીમાં 42, નવસારી અને તાપી વ્યારામાં 12-12, જામનગરમાં 8, જૂનાગઢમાં 34, ગીર સોમનાથમાં 3, બનાસકાંઠામાં 12, પાટણમાં 7, ભાવનગરમાં 10 ભાડુઆતો-માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગુજરાત પોલીસ હેઠળ ઓફલાઈન-ઓનલાઈન માધ્યમ થકી ભાડૂઆત નોંધણી કરાવી શકે છે.


જેમાં ઓફલાઇન રજિસ્ટ્રેશન માટે વ્યક્તિએ કાયમી સરનામાનો પુરાવો, ઓળખનો પુરાવો, નાગરિકતાની માહિતી, ભાડા કરાર, વૈવાહિક સ્થિતિની માહિતી, સંપર્ક નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો સહિતના ડોક્યુમેન્ટ લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં જઇને ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠાં ઓનલાઈ નોંધણી કરાવી શકાય છે. ભાડૂઆત નોંધણીના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા સહિત દરેકને સુરક્ષિત રાખવા હેતુ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં તારીખ 13થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application