સોનગઢ તાલુકાનાં ટોકરવા ગામે વર્ષ-2018માં માત્ર 13 વર્ષીય સગીરા સાથે એક યુવકે પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી દુષ્કર્મ કર્યું હતું જેથી કોર્ટે યુવકને 20 વર્ષ સખત કેદની સજા અને રૂપિયા 10,000/-નો દંડ ફટકાર્યો હતો. બનાવની વિગત એવી છે કે, સોનગઢનાં એક ગામે રહેતી એક 13 વર્ષની સગીરા પોતાની સબંધીનાં ઘરે ટોકરવા આવી હતી. જ્યાં આ સગીરા 15/12/2018નાં રોજ સબંધીના ઘરે એકલી હતી.
તે સમયે ટોકરવા ગામે રહેતો અને પરણિત યુવક એવો અયુબ ગામીત (ઉ.વ.34) ત્યાં આવ્યો હતો. જોકે ઘરમાં સગીરાને નિહાળી સગીરા પાસે પીવાનું પાણી માંગવાના બહાને તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને બાદમાં તેણે તેની સાથે જબરદસ્તી કરી હતી. સગીરાએ બૂમાબૂમ કરતા અને વિરોધ કરતા આરોપી અયુબે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જયારે આ અંગે પરિવારજનોને જાણ થતા દુષ્કર્મનાં કારણે ગુપ્ત ભાગે ગંભીર ઇજા પામેલ સગીરાને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે બનાવ અંગે પોલીસે આરોપી અયુબ નારણભાઇ ગામીત (રહે.ટોકરવા ગામ, સોનગઢ) વિરુદ્ધ પોસ્કો અને આઇપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટક કરી હતી.
તેમજ સદર કેસ વ્યારામાં તાપી જિલ્લાના મે.એડીશનલ સેશન્સ અને સ્પેશિયલ નામદાર જજ (પોકસો) સમક્ષ ચાલી જતા સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાને રાખી શનિવારનાં રોજ કેસની અંતિમ સુણવાની દરમિયાન સરકારી વકીલની ફરીયાદી તરફે દલીલો તેમજ ફરીયાદ પક્ષ તરફે રજૂ થયેલ પુરાવા ગ્રાહય રાખી નામદાર જજએ આરોપી અયુબભાઈ નારણભાઈ ગામીત નાને તકસીરવાન ઠેરવી ઈ.પી.કો. કલમ 376(3) હેઠળ ગુના માટે 20 વર્ષ સખત કેદની સજા અને રૂપિયા 10,000/-નો દંડ કર્યો ફટકાર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500