Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ન્યુઝીલેન્ડમાં નોર્થ આઇલેન્ડ પર વાવાઝોડા ગેબ્રિયલને કારણે ભારે પૂર અને ભૂસ્ખલન : સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

  • February 15, 2023 

ન્યુઝીલેન્ડ સરકારે નોર્થ આઇલેન્ડ પર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા ગેબ્રિયલને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ન્યુઝીલેન્ડનાં ઈતિહાસમાં આ ત્રીજી વખત છે, જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. ક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલા પછી વર્ષ-2019માં અને વર્ષ-2020માં COVID રોગચાળા દરમિયાન કટોકટીના લાદવામાં આવી હતી. ચક્રવાત ગેબ્રિયલને કારણે ન્યુઝીલેન્ડનાં નોર્થ આઇલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે. તેમજ દરિયાઈ મોજા પણ ઉછળી રહ્યા છે.





ન્યુઝીલેન્ડમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે 40 હજારથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે અને સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ચક્રવાત ગેબ્રિયલને કારણે ભારે વરસાદ અને જોરદાર પવનથી હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાતા ઈમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર કિરન મેકએનલ્ટીએ આ કટોકટીની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા. મેકએનલ્ટીએ જણાવ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ હવામાન ઘટના છે જે ઉત્તર ટાપુના મોટા ભાગ પર મોટી અસર કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application