ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ છે.હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે. પવનની દિશા બદલાતા રાજ્યમાં આગામી 24 કલાક બાદ ફરીવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે. હાલ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9.7 નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11.7 અને નલિયામાં પણ 11.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે જેને લીધે ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળશે. આગામી પાંચ દિવસ શીતલહેરનો અનુભવ થશે. જ્યારે વાતાવરણ પણ સુકુ રહેશે. આગામી દિવસોમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે. આ વખતે શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે. સવારે અને રાત્રે તીવ્ર ઠંડીનો અહેસાસ થશે. દિવસ દરમિયાન તાપમાન ઉંચું રહેવાની સંભાવનાઓ છે. નલિયામાં ગતરોજ 7 ડિગ્રી તાપમાન નોધાયું હતુ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અમદાવાદમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application